<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વાપીમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈટ પર ઘાડ઼ પાડી લાખોના સામાનની ચોરી :પોલીસે બે આરોપીઓને દબોચી લીધા

પોલીસે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા પણ તપાસ તેજ કરી:. ડુંગરા પોલીસના હાથે ઝડપાયેલો હેમંત સિંહ અને અલી અહેમદ નામના આરોપી હોવાનું સામે આવ્યું

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વાપીમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે.  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અને વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પરથી ચોરીની ઘટનાઓ વધી રહી હોવાની ફરિયાદો મળી રહી હતી  .આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઈટ પર મોડી રાત્રે કેટલાક શખ્સો ટેમ્પો સાથે પહોંચે છે .અને ત્યારબાદ આ સાઇટના સિક્યુરિટી ગાર્ડને ધાકધમકી આપી  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ધાડ  પાડી 5 ટન થી વધુ ના લોખંડનો સામાન ઉઠાવી અને ટેમ્પોમાં ભરી અને ફરાર થઈ જાય છે. આ મામલે  વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. અને ગણતરીના સમયમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ધાડ પાડનાર બે આરોપીઓને દબોચી લીધા હતા. અને જ્યારે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા પણ તપાસ તેજ કરી છે.. ડુંગરા પોલીસના હાથે ઝડપાયેલો હેમંત સિંહ અને અલી અહેમદ નામના આરોપી હોવાનું સામે આવ્યું છે.

પીએમના ડ્રીમ પ્રોજેક્ટના સ્થળ પર ધાડ પાડુ ગેંગ ના બે સાગરીતોની આગવી  ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પોલીસથી અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે .આ ધાડ પાડુ  ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ  વિકી હળપતિ છે. અને વિકી હળપતિ કોઈ અન્ય નહીં પરંતુ ભાજપ પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પારસ હડપતિનો સગો ભાઈ જ હોવાનું બહાર આવ્યુ છે. તો આ આરોપીની માતા પણ ભાજપની મહિલા કોર્પોરેટર હતી .આમ ભાજપના જ યુવા મોરચાના હોદ્દેદારના ભાઈએ જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના સ્થળ પર ધાડ પાડી લાખોનો સામાન ચોર્યો હોવાનુ બહાર આવતાં જ ચકચાર મચી ગઈ છે. અને  રાજકારણ પણ ગરમાયું છે . પોલીસે હવે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્થળ પર ધાડ પાડનાર ગેંગના માસ્ટરમાઈન્ડ વિકી હળપતિ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને પણ ઝડપવા તપાસ તેજ કરી છે..

આરોપી હેમંતસિંહ સમગ્ર પ્રોજેક્ટનું સિક્યુરિટી મેનેજર હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે અને જેના ધીરે સમગ્ર પ્રોજેક્ટની સુરક્ષાની જીમ્મેદારી હતી તે જ હેમંતસિંહ આ ચોર ગેંગ નું માસ્ટરમાઈન્ડ વિકી હળપતિ સાથે મળીને ચોરીને અંજામ આપતો હતો. પીએમના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિથી પૂરું થાય તે માટે દિવસ રાત હજારો લોકો કામ કરી રહ્યા છે. જોકે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટર ના સ્થળ પર વધતી ચોરીની ઘટનાઓ અને આવા ધાડપાડુઓના ત્રાસનો સામનો પણ કરી રહ્યા છે .જોકે હવે આ ધાડ પાડનાર ગેંગ પોલીસની ગિફ્ત માં છે .આથી આરોપી વિકી હળપતિની ધરપકડ બાદ આ મામલે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે.

(11:47 PM IST)