<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સાબરકાંઠાના કરણપુર નજીક નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સાથે અથડાતા છથી સાત વખત પલટી મારી:બે લોકોને ગંભીર ઈજા

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા:એક જ અઠવાડિયામાં આ જ સ્થળે બીજી વખત અકસ્માતની ઘટના બની

સાબરકાંઠાના કરણપુર નજીક નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ડીવાઈડર સાથે અથડાતા છથી સાત વખત પલટી મારી હતી. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મહત્વનું છે કે, એક જ અઠવાડિયામાં આ જ સ્થળે બીજી વખત અકસ્માતની ઘટના બની છે, જેને પગલે હાઈવે પર સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.

(8:23 PM IST)