<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સુરતમાં આકાશી આફતે ત્રણ દિવસમાં લીધો ૧૯ લોકોનો જીવ

સુરતમાં ત્રાટકેલા ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. ૨૪ કલાકમાં આકાશી આફતમાં ૧૦ લોકોના મોત નિપજ્‍યાઃ ૧૦થી વધુ પરિવાર પર તૂટ્‍યું આભ

સુરત  તા.૯: સુરત શહેરમાં પડેલા ભારે વરસાદે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત કરી નાખ્‍યું છે. છેલ્‍લા ૨૪ કલાકમાં આકાશી આફત બનીને વરસેલા વરસાદે શહેરમાં અનેક દુર્ઘટનાઓ સર્જી છે, જેમાં ૧૦ લોકોનાં મોત થયા છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્‍થિતિને કારણે લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં એક જ દિવસમાં ૯ લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્‍યારે આજે વધુ એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. વરસાદી પાણી ભરાયેલા વિસ્‍તારોમાં સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે અનેક લોકો જોખમમાં મુકાયા છે.

છેલ્‍લા ત્રણ દિવસમાં સુરતમાં કુલ ૧૯ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ દુર્ઘટનાઓથી શહેરના અનેક પરિવારો પર દુઃખનું આભ તૂટી પડ્‍યું છે. ૧૦થી વધુ પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

ભારે વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્‍યવહાર અને સામાન્‍ય જનજીવન પર પણ અસર પડી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્‍યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છ

વરસાદી પાણી અને વીજ જોખમને કારણે થયેલા આ બનાવોએ સુરતમાં ચિતાનું વાતાવરણ સર્જ્‍યું છે. તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા રસ્‍તાઓ અને ભીના વિસ્‍તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે

(1:34 PM IST)