<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

નવસારીમાં શાંતિદેવી રોડ પાસે ગોકુલ નિવાસમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી:આધેડનું મોત

આધેડ વ્યક્તિ ઘરમાં સુતા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો:સવારે આસપાસના લોકોએ તપાસ કરતાં તેઓ મૃત હાલતમાં મળ્યા

નવસારીમાં શાંતિદેવી રોડ પાસે આવેલા ગોકુલ નિવાસમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થવાથી એક દુઃખદ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, એક આધેડ વ્યક્તિ ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. સવારે આસપાસના લોકોએ તપાસ કરતાં તેઓ મૃત હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતથી વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

(12:40 PM IST)