<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સુરતના અશ્વની કુમારમાં સરસ્વતી બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી: 18 વર્ષના યુવકનું દબાઈ જવાથી કરૂણમોત

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ 18 વર્ષના યુવકને સ્લેબ નીચેથી બહાર કાઢ્યો: હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો

સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલી સરસ્વતી બિલ્ડિંગમાં ગંભીર દુર્ઘટના બની છે. બિલ્ડિંગના ચોથા માળનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં તેની નીચે એક 18 વર્ષનો યુવક દબાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ કાટમાળ હટાવીને સ્લેબની નીચે દબાયેલા યુવકને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી.

 

ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ 18 વર્ષના યુવકને સ્લેબ નીચેથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ આલોક રતન નામના યુવકને મૃત જાહેર કર્યો હતો. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

(10:42 PM IST)