તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કેફેની આડમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર SMCના દરોડાઃ અનેકની અટકાયત, લાખોનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ અને ગાંધીનગરમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોટી કાર્યવાહી કરતાં સંચાલકોમાં ફફડાટ : સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને પોલીસે અનેક લોકોની અટકાયત કરીઃ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ,તા.૪: અમદાવાદમાં ગેરકાયદે હુક્કાબારનો ધંધો કરતા સંચાલકો સામે લ્પ્ઘ્એ સપાટો બોલાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડીને ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સરખેજ, એલિસબ્રિજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં લ્પ્ઘ્ની ટીમે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબાર સામે દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે હુક્કાબાર ચલાવતા સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
SMCની ટીમે ગાંધીનગરના ભાઈજીપુરા ફલાયઓવર નજીક આવેલા ટેમ્પેશન કાફેમાં દરોડો પાડ્યો હતો. અહીં તપાસ દરમિયાન હુક્કાબારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ટેમ્પેશન કાફેમાંથી કુલ ૧૨ ગ્રાહકો અને કાફેના સંચાલકની અટકાયત કરી હતી. આ કાર્યવાહી બાદ અન્ય સ્થળોએ પણ લ્પ્ઘ્ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અમદાવાદના ગુજરાત કોલેજ રોડ પર આવેલા TCÓs લાઉન્જ એન્ડ રેસ્ટોરન્ટમાં પણ SMCએ દરોડો પાડ્યો હતો. અહીં ગેરકાયદે હુક્કાબારની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કુલ ૮ લોકોની અટકાયત કરવામાં આવી હતી. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા હુક્કાબારમાંથી પોલીસે રૂ. ૧.૪૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ૪૦ હુક્કા અને ૫૭૭ ફલેવરના પેકેટ પણ કબજે કરવામાં આવ્યા હતા.
SMCની કાર્યવાહી દરમિયાન ઝુંડાલ સર્કલ પાસે આવેલા કિગ્સ કાફેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ૩ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. એક પછી એક સ્થળોએ દરોડા પડતાં ગેરકાયદે હુક્કાબાર ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અમદાવાદના સરખેજના થલતેજ વિસ્તારમાં આવેલા જેકલ લાઈવ કેફેમાં પણ લ્પ્ઘ્ની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં પણ ગેરકાયદે હુક્કાબારની પ્રવૃત્તિ અંગે તપાસ કરવામાં આવી હતી. શહેર અને ગાંધીનગરમાં અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ચારેય સ્થળેથી કુલ રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
