તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
સુરતના ગ્રામ્યમાં કરાળા ગામમાં SMC નો દરોડો : દારૂ બિયરની 85 પેટીનો મોટો જથ્થો ઝડપાયો: 23 લાખથી વધુના મુદામાલ સાથે આરોપીની ધરપકડ
કરાળા ગામ સરકારી પ્રાથમીક શાળાની બાજુમાં સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડ્યો : દારૂ/બીયરની પેટી નંગ- ૮૫ (આશરે), બોટલ નંગ- ૩૬૯૪ ઝડપાઇ

સુરત ગ્રામ્યના કડોદરા GIDC પો.સ્ટે.ની હદમાંથી રૂપિયા ૧૩,૩૮,૮૦૫/- નો IMFL જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલએ ઝડપી પડ્યો છે
જી.એસ.મલિક, IPS પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ, જે સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામગીરી સોંપવામાં આવેલ.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જે.ચૌહાણનાઓએ કરાળા ગામ સરકારી પ્રાથમીક શાળાની બાજુમાં અને મુકેશભાઈ જગુભાઈ આહીરના ઘરની સામે, તા.પલસાણા, જિ.સુરત ખાતે રેઈડ કરી ભારતીય બનાવટના દારૂ/બીયરની પેટી નંગ- ૮૫ (આશરે), બોટલ નંગ- ૩૬૯૪, કિં.રૂ. ૧૩,૩૮,૮૦૫/-તથા વાહન નંગ-૦૧, મોબાઇલ નંગ-૦૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨૩.૪૮.૮૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરેલ
રેઇડ દરમ્યાન નીચે જણાવેલ પકડાયેલ-૦૧ તથા વોન્ટેડ-૦૫ મળી કુલ- ૦૬ આરોપીઓ વિરુધ્ધ સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. ગુ.૨.નં- ૧૧૨૧૪૦૨૩૨૬૨૫૪૪/૨૦૨૬, પ્રોહી. એક્ટ કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબનો ગુનો તા.૨૯/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ કરાવેલ 9.
પકડાયેલ આરોપી (૧) વિકારા ધનજી પરમાર (રહે. ઘર નં-૧૦૪.એસ.કે. સદન, ભૈયાનગર, પુણાગામ સુરત શહેર)
વોન્ટેડ આરોપીઓ
(૧) રાજુ મરાઠી રહે. ડિંડોલી ગામ, સુરત
(૨) ઉમેશ મેડી રહે. દમણ
(3) દારૂ ભરેલી ક્રેટા ગાડીના ડ્રાઇવર, ક્લીનર, માલીક સહીત 03 આરોપીઓ
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
