News of Saturday, 30th May 2026
વડોદરામાં SMCએ સપાટો બોલાવ્યો :રૂ. 64 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો:કુલ રૂ. 89.87 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કુલ રૂ. 89,87,000નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના ટ્રક ચાલક રેખારામ જાટની ધરપકડ કરી

ગાંધીનગર ;સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વડોદરામાં દારૂના મોટા નેટવર્ક પર ત્રાટકીને અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી દારૂ અને ટીન મળી કુલ 28,704 નંગ બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 64,64,000 જેટલી થાય છે. આ રેડ દરમિયાન પોલીસે વાહન સહિત કુલ રૂ. 89,87,000નો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના ટ્રક ચાલક રેખારામ જાટની ધરપકડ કરી છે, જ્યારે આ ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 3 અજાણ્યા બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
