તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
અમદાવાદના બારેજામાં તસ્કરોનો તરખાટ: એકસાથે પાંચ મકાનનાં તાળાં તૂટ્યાં :દાગીના અને રોકડ રકમની ચોરી
રહીશો પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હોય તસ્કરોએ એકસાથે પાંચ મકાનનાં તાળાં તોડ્યાં: તસ્કરો ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા

અમદાવાદના બારેજા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં આવેલા મારુતિ સોસાયટી વિસ્તારમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. તહેવારોના સમયમાં રહીશો પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ એકસાથે પાંચ મકાનનાં તાળાં તોડ્યાં હતાં. તસ્કરો ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની ઘટનામાં બુકાનીધારી બે શખ્સો CCTV કેમેરામાં કેદ થયા છે. જાણ થતાં જ અસલાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં અગાઉ પણ અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની ચોરી થઈ ચૂકી છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
