<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઈડર તાલુકાના પોશીના વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર

તસ્કરોએ મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ભગવાનની પંચધાતુની ચાર જૂની મૂર્તિઓની ચોરી કરી: દાન પેટીમાંથી રોકડ રકમ પણ ચોરી ગયા

સાબરકાંઠાના ઈડર તાલુકાના પોશીના વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ જૈન દેરાસરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ મંદિરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ભગવાનની પંચધાતુની ચાર જૂની મૂર્તિઓની ચોરી કરી હતી. ચોરી ગયેલી મૂર્તિઓની કિંમત અંદાજે સવા લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તસ્કરો દાન પેટીમાંથી રોકડ રકમ પણ ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતા જાદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂપિયા 1.52 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

 

(7:05 PM IST)