<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

વડોદરાના સમા વિસ્તારમાં તસ્કરોએ બે ફ્લેટને નિશાન બનાવ્યા :સોના-ચાંદીના દાગીના સહીત 11 લાખની ચોરી

હોસ્પિટલમાં પરિવાર રોકાયેલો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ચોરી કરી

વડોદરાના સમા વિસ્તારમાં તસ્કરોએ બે ફ્લેટને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે. રામા રેસિડેન્સીમાં આવેલા બે ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. હોસ્પિટલમાં પરિવાર રોકાયેલો હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.37 હજારની રોકડ ચોરી કરી હતી. બંને ફ્લેટમાંથી કુલ અંદાજે રૂ.11 લાખની મત્તાની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

(1:47 PM IST)