તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
સંસ્કારની સાથે સમૃદ્ધિની ઉડાન : SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓએ બિઝનેસ એક્સ્પોમાં ઝળકાવી પ્રતિભા
30થી વધુ બિઝનેસ સ્ટોલ્સમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા નવીન વિચારો અને પ્રોડક્ટ્સ: ત્રણ હજારથી વધુ લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી :ટી.જી. ઝાલાવાડિયાએ ઉદ્યોગ સ્થાપના અને સરકારી સહાય અંગે આપ્યું માર્ગદર્શન

અમદાવાદ : પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજી તથા પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણા અને આશીર્વાદથી SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘SGVP UDYAM 2026 – બિઝનેસ એક્સ્પો’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, વ્યવસાયિક સમજ, નવા સ્ટાર્ટઅપ શરૂ કરવાની ક્ષમતા અને આત્મનિર્ભરતાની ભાવના વિકસાવવાના હેતુથી યોજાયેલા આ એક્સ્પોમાં 30થી વધુ બિઝનેસ સ્ટોલ્સ દ્વારા વિવિધ વ્યવસાયો, પ્રોડક્ટ્સ, સેવાઓ અને નવીન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
દેશ-વિદેશમાં મોટા પાયે ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા પરિવારોના વિદ્યાર્થીઓએ પણ પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, પંખીને જેમ બે પાંખ હોય છે, તેમ જીવનમાં પણ સમૃદ્ધિ અને સંસ્કારની બે પાંખ હોવી જોઈએ. આ સંદેશ દ્વારા તેમણે આર્થિક પ્રગતિની સાથે સંસ્કારો અને નૈતિક મૂલ્યોનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના નિવૃત્ત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને સામાજિક અગ્રણી ટી.જી. ઝાલાવાડિયાએ વિદ્યાર્થીઓને નવા ઉદ્યોગો કેવી રીતે સ્થાપવા તથા સરકાર તરફથી કઈ રીતે સહાય મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી કુંજવિહારીદાસજી, સર જાલમ સિંહજી સહિતના મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વિવિધ શાળાઓ અને સંસ્થાઓના શિક્ષકો, નિષ્ણાતો તથા વિદ્યાર્થીઓ સહિત ત્રણ હજારથી વધુ લોકોએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. ધોરણ-12ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ એક્સ્પો વ્યવસાયિક જ્ઞાન, ટીમવર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસાવવાની દિશામાં પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
