તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
લીલાબેન વસાવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખના રાજીનામા બાબતે મનસુખભાઈ વસાવાના નામનો સોશિયલ મીડિયામાં ફરતો પત્ર
આ પત્રમા મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે મારે લીલાબેનને અપીલ છે કે તમે રાજીનામું પાછુ ખેંચી લો અને ભાજપમાં રહિને આદિવાસીઓના હિતમાં જે જગ્યાએ રજુઆત કરવાની હોય ત્યાં કરતા રહો હું હંમેશા તમારા અને આદિવાસીઓના પડખે છું.

( ભરત શાહ દ્વારા )નર્મદા :લીલાબેન વસાવાનાઓએ જંગલ જમીન બાબતે ખાપી ગામ તથા આસપાસના ગામના આદિવાસીઓ છેલ્લા વર્ષોથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જંગલની જમીનો ખેડતા હતા. છેલ્લા બે વર્ષથી જિલ્લા પોલીસ તથા વન વિભાગના કર્મચારીઓ તેમને જમીન ખેડતા અટકાવ્યા હતા. જે તે સમયે પણ મે જવાબદાર ઉચ્ચ અધિકારીઓને આદિવાસી ખેડુતો તરફી રજુઆત કરી હતી. મે આ ખેડુતો સાથે તેઓના ગામે જઇ તેમની સાથે મીટીંગ કરી હતી. મારા બધા પ્રયત્નો હતા. આ વર્ષે પણ લીલાબેન આ પ્રશ્નો માટે લોકોની રજુઆત પાર્ટીમાં અને સરકારમાં વારંવાર કરતા હતા. પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળતા તેઓ ખેડુતો સાથે સોમવારે તારીખ : ૦૬-૦૭-૨૦૨૬ ના રોજ સામુહિક રીતે જયાં વર્ષોથી જમીન ખેડતા હતા તે જમીનમાં વાવણી કરવા માટે સામુહિક ગયા હતા. તેમની સાથે લીલાબેન પણ ગયા હતા. જતાં પહેલા લીલાબેન તથા ગામના સરપંચ તથા આગેવાનોને તથા જિલ્લા પ્રમુખ નિલ રાવ તથા તાલુકાના આગેવાનોને વારંવાર ફોન કર્યા હતા. પરંતું તેમનો ફોન કોઇએ ઉપાડયો ન હતો. તથા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આખરે લીલાબેને મનસુખભાઈ વસાવાનો સંપર્ક કર્યો. ત્યારે મનસુખભાઈ એ જવાબદાર ઉચ્ચ અધિકારીઓને તથા પદઅધિકારીઓને પત્ર લખી આ સાગબારાના ખેડુતો સાથે ન્યાય માટે અપીલ કરી હતી. તેમ છતાં સુરત જિલ્લા પોલીસ તથા વન ખાતાના અધિકારીઓ એ તેમને જંગલની જમીન ખેડવા દીધી ન હતી. જેના કારણે આદિવાસી લોકોને આ સરકારી તંત્ર સાથે સંઘર્સ થયો. મનસુખભાઈ કે લખ્યું છે કે હું સતત લીલાબેનના સંપર્કમાં હતો પરંતું જિલ્લા કે તાલુકાના ભાજપ કે આમ આદમી પાર્ટીના કોઇ નેતાઓએ તેમને સહકાર આપ્યો નથી.તેના કારણે તેમને જિલ્લા ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દિધું છે. આ બાબતની જાણ મને થતા મનસુખભાઈ ગાંધીનગરમાં હતા. અને તેઓએ તાત્કાલીક આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઇ પટેલ તથા પુર્વ વન મંત્રી ગણપતભાઇ વસાવા સાથે આ બાબતની ચર્ચા કરી હતી. અને બંન્ને મહાનુભાવોએ તરત જ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી તથા વન મંત્રી અર્જુનભાઈ મોઢવડીયાને આ બાબતની જાણ કરી હતી. તેઓએ તરત જ જંગલની જમીન ખેડવાના પ્રશ્નોની ચર્ચા કરી આદિવાસીઓના હિતમાં નિર્ણય લેવાનું નકકી કરેલ છે. ટુક સમયમાં મીટીંગ બોલાવી નિરાકરણ લાવીશું.
મનસુખભાઈ લખ્યું કે મારે લીલાબેનને અપીલ છે કે તમે રાજીનામું પાછુ ખેંચી લો અને ભાજપમાં રહિને આદિવાસીઓના હિતમાં જે જગ્યાએ રજુઆત કરવાની હોય ત્યાં કરતા રહો હું હંમેશા તમારા અને આદિવાસીઓના પડખે છું.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
