તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
વડોદરામાં સોડા શોપનું સિલિન્ડર ફાટ્યું:700થી 800 મીટર કિમી દૂર બનેલી દુઘટનાનો ભોગ એક વેલ્ડિંગ કામ કરતો મજૂર બન્યો
સિલિન્ડર હવામાં ઉછળીને શ્રીકુંજ ગ્રીન્સ સોસાયટીમાં પડ્યું:સોસાયટીમાં બી-46 નંબરના ઘરમાં બે મજૂરો છત પર વેલ્ડિંગનું કામ કરતા હતા ત્યાં કાટમાળ તેમના પર પડ્યો

વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ હેઠળના કન્ટેનર પાર્ક ફૂડ ઝોનમાં આવેલી ફાઉન્ટેન સોડાની દુકાનમાં બપોરે લગભગ 12.30 વાગ્યે સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, ફાઉન્ટેન સોડા બનાવવા માટે વપરાતો કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડર ભારે ગરમી વચ્ચે ખુલ્લામાં છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સિલિન્ડર વધુ ગરમ થઈ ગયું હતું અને એક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો.
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સિલિન્ડર હવામાં ઉછળીને શ્રીકુંજ ગ્રીન્સ સોસાયટીમાં પડ્યું હતું. કમનસીબે આ સોસાયટીમાં બી-46 નંબરના ઘરમાં ઉત્તર પ્રદેશના બે મજૂરો છત પર વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે ઉડતો કાટમાળ તેમના પર પડ્યો હતો. જેમાં મુકેશ રામસ્વરૂપ ગિરી (36) ને છાતીમાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદાર ધર્મેન્દ્ર ગિરીને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
