તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વાવ-થરાદમાં એસઓજીનું મોટું ઓપરેશન:માદક દવાનું રેકેટ ઝડપાયું : 6.89 કરોડની પ્રતિબંધિત દવાઓ સાથે બે ઝડપાયા
પોલીસે થરાદ અને ચોથા નેસડા ગામમાં દરોડા પાડી કુલ 6.89 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો: સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તપાસ તેજ

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં જિલ્લા SOG દ્વારા હાથ ધરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં કરોડો રૂપિયાનું માદક દવાનું રેકેટ પકડાયું છે. પોલીસે થરાદ અને ચોથા નેસડા ગામમાં દરોડા પાડી કુલ 6.89 કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત કર્યો છે.
આ દરોડા દરમિયાન થરાદ અને ચોથા નેસડામાંથી હજારોની સંખ્યામાં પ્રતિબંધિત ગોળીઓ મળી આવી હતી. પોલીસે આ પ્રકરણમાં મફા રબારી અને વિક્રમ રાજપૂતની ધરપકડ કરી છે. હાલ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
