તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
રાજ્યમાં કરોડોનું શિષ્યવૃત્તિ કૌભાંડમાં એસઓજીને મોટી સફળતા :સૂત્રધાર વિજય પટેલની અમદાવાદથી ધરપકડ
આરોપી વિજય પટેલ વર્ષ 2016 થી 2019 દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અસલી શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ મેળવી તેનો દુરૂપયોગ કરતો

ગુજરાતમાં વિદ્યાર્થીઓના નામે સરકારી સ્કોલરશિપ પડાવી લેવાના કરોડોના કૌભાંડમાં ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સોર્સિસના આધારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિજય પટેલની અમદાવાદ ખાતેથી સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી વિજય પટેલ વર્ષ 2016 થી 2019 દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અસલી શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ મેળવી તેનો દુરૂપયોગ કરતો હતો. તેણે ગાંધીનગરના દહેગામ ખાતે આ બોગસ ડોક્યુમેન્ટના આધારે વિદ્યાર્થીઓના ખોટા એડમિશન બતાવી દીધા હતા અને ત્યારબાદ તેમના નામે અલગ-અલગ બેંકોમાં બોગસ ખાતા ખોલાવી દીધા હતા.
સરકાર દ્વારા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતી સ્કોલરશિપની રકમ આ બોગસ ખાતાઓમાં જમા કરાવીને તે બારોબાર ઉપાડી લેતો હતો. આમ, તેણે ત્રણ વર્ષના ગાળામાં સરકાર અને નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે લાખો-કરોડો રૂપિયાની વ્યાપક ઠગાઈ આચરી હતી. હાલ પોલીસે ગુનાનો આંકડો અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
