તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
અમદાવાદમાં ધાર્મિક સંસ્થાઓ તેમજ AMCની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશ
સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી:નવી નીતિ અંતર્ગત ‘સોલાર નહીં તો BU નહીં’નો અભિગમ અપનાવાશે

અમદાવાદ શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ તેમજ AMCની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત ‘સોલાર નહીં તો BU નહીં’નો અભિગમ અપનાવવામાં આવશે. એટલે કે સોલાર પેનલ લગાવ્યા વિના બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી નહીં મળે. સોલાર પેનલ લગાવવા માટે અત્યાર સુધીમાં 345 ધાર્મિક સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાંથી 200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પહેલથી શહેરમાં સ્વચ્છ ઊર્જાના વપરાશને વેગ મળશે અને વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
