તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
રાજપીપળા કરજણ નદીમાં કેટલાક તત્વો રાત્રે ઝેરી દવા નાખી બે કલાક બાદ મચ્છી પકડવા જાળ નાખતા હોવાની બૂમ
કરજણ ઓવારાના પગથિયા પુરા થતા નદીના કિનારે અતિશય ગંદકી:ઓવારા ઉપર પાલિકાએ મૂકેલા બેસવાના બાંકડાની આસપાસ ગંદકી હોય મોર્નિંગ વોકમાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા કરજણ નદી કિનારે મચ્છી પકડવા આવતા કેટલાક લોકો રાત્રે પાણીમાં દવા નાખી માછલીઓને મારી નાખી જાળ નાખી મચ્છી પકડે છે, સાથે સાથે ત્યાં ગંદકી પણ ખુબ છે
મળતી માહિતી મુજબ રાજપીપળા કરજણ ઓવારે મોડી રાત્રે મચ્છી પકડવા કેટલાક વ્યક્તિઓ જાળ નાંખે છે જેમાં ચર્ચાતી વાત મુજબ આ લોકો પહેલા નદીના અન્ય કિનારે ઝેરી દવા નાખે છે એ દવા ઓવારા પાસે આવે ત્યારે મચ્છી મરી જતા આ લોકો જાળ ફેલાવી ઢગલાબંધ મચ્છી પકડી મચ્છી માર્કેટમાં વેચી દેતા હોવાની વાત ચર્ચા માં છે.
બીજી બાજુ રાજપીપળા કરજણ ઓવારે મોટી સંખ્યામાં લોકો અને સિનિયર સિટીઝન મોર્નિંગ અને ઇવાનિંગ વોકમાં આવતા હોય થાક ખાવા આ લોકો ત્યાં મૂકેલા બાંકડા ઉપર બેસતા હોય પરંતુ ત્યાં નિયમિત સફાઈ નહીં થતા અતિશય ગંદકીના કારણે સિનિયર સિટીઝનોના સ્વાસ્થ્ય સાથે પાલિકા તંત્ર ચેડા કરતું હોય તેમ લાગે છે. એ જ રીતે કરજણ ઓવારા ના પગથિયા પુરા થતા જ નીચે પાણીમાં લોકોએ નાખેલો કચરો પણ ભારે ગંદકી ફેલાવે છે તો પાલિકા દ્વારા ત્યાં સફાઈ કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ છે
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
