News of Monday, 19th October 2026
વલસાડમાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન
શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ :કર્મચારીઓની સાથે તેમના પરિવારજનોએ પણ ગરબે ઘૂમીને ઉત્સવનો આનંદ માણ્યો

વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. લોકોની સેવા માટે સતત ખડેપગે રહેતા ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ પણ ગરબાના આ પર્વનો આનંદ માણી શકે તેવા હેતુથી ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુલન્સ સેવા અને ધન્વંતરી રથ સહિતની ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કર્મચારીઓની સાથે તેમના પરિવારજનોએ પણ ગરબે ઘૂમીને ઉત્સવનો આનંદ માણ્યો હતો.
વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ ગરબા મહોત્સવમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ-રાત લોકોની આરોગ્યલક્ષી અને કટોકટીની જરૂરિયાતો સમયે મદદ માટે દોડી જતા 108 એમ્બ્યુલન્સ સેવા અને ધન્વંતરી રથના કર્મચારીઓ માટે આ કાર્યક્રમ ખાસ રીતે યોજવામાં આવ્યો હતો..ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઘણીવાર પોતાની ફરજના કારણે તહેવારોની ઉજવણીથી દૂર રહી જતા હોય છે. આવા કર્મચારીઓ પણ ગરબાની રમઝટ માણી શકે અને પરિવાર સાથે આનંદની પળો વિતાવી શકે તેવા ઉમદા હેતુથી ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. સંગીતના તાલે ગરબે ઘૂમતા કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફરજની વ્યસ્તતા વચ્ચે મળેલી આ આનંદની પળોએ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે એક યાદગાર માહોલ ઊભો કર્યો હતો.
આ ગરબા મહોત્સવમાં ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગરબાની રમઝટ બોલાવી હતી. સામાન્ય નાગરિકોને મુશ્કેલીના સમયે તાત્કાલિક સેવા પૂરી પાડતા આ કર્મચારીઓ માટે આ કાર્યક્રમ મનોરંજનની સાથે એકબીજા સાથે હળવાશભરી પળો વિતાવવાની તક પણ બન્યો હતો. કાર્યક્રમમાં જોડાયેલા ઇમરજન્સી સેવાઓના અધિકારીઓએ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે વિશેષ આયોજન કરવા બદલ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાયેલો આ વિશેષ ગરબા મહોત્સવ ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ માટે આનંદની યાદગાર પળો લઈને આવ્યો હતો. લોકોની સેવા માટે હંમેશાં તત્પર રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તહેવારનો આનંદ માણવાની તક આપતી આ પહેલને સરાહનીય કહી શકાય
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
