તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અંકલેશ્વર GIDCમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાનો વિશેષ કાર્યક્રમ યોજાયો :પ્રોત્સાહન રાશિનું ડિજિટલ વિતરણ કરાયું
મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજનાથી દેશના યુવાનો અને શ્રમિકોને ખૂબ જ મોટું આર્થિક સશક્તિકરણ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ BEIL સેમિનાર હોલ ખાતે આજે EPFO ભરૂચ દ્વારા 'PM વિકસિત ભારત રોજગાર યોજના' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડિજિટલ માધ્યમથી દેશના લાભાર્થીઓને પ્રોત્સાહન રાશિ વિતરણ કરવાના મુખ્ય કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક અગ્રણીઓ અને લાભાર્થીઓએ નિહાળ્યું હતું. આ અવસરે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સંબોધતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજનાથી દેશના યુવાનો અને શ્રમિકોને ખૂબ જ મોટું આર્થિક સશક્તિકરણ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક શ્રમિકો, યુવાનો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
