News of Monday, 2nd November 2026
કાલથી અમદાવાદના કાંકરિયા તળાવમાં શરુ થશે સ્પીડ બોટ : પોન્ટૂન બોટ, શિકારા બોટ, જીપ્સી બોટ, પેંડલ બોટની સુવિધા
છેલ્લા બે વર્ષથી કાંકરિયા પરિસરમાં બંધ હતું બોટિંગ: પરિસરમાં 20 બોટ કાર્યરત કરવા AMC નો નિર્ણય

અમદાવાદ : વડોદરાના હરણીકાંડ બાદ બંધ કરાયેલ કાંકરિયા તળાવના બોટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કાંકરિયા પરિસરમાં ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવશે . આવતીકાલ 3 નવેમ્બરથી બોટિંગ સુવિધા શરૂ કરવામાં આવશે, છેલ્લા બે વર્ષથી કાંકરિયા પરિસરમાં બોટિંગ બંધ હતું, પરિસરમાં 20 બોટ કાર્યરત કરવા AMC દ્વારા નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારે થોડા સમય અગાઉ માર્ગદર્શિકા બહાર પાડી હતી
વ્યક્તિગત ઇન્શ્યોરન્સ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ સહિતના ઉપકરણ રાખવા ફરજિયાત રહેશે. એમ્બ્યુલન્સ પણ બોટિંગના સ્થળોએ હાજર રાખવાની ફરજિયાત રહેશે. બોટમાં બેસનાર મુલાકાતીઓનો વ્યક્તિગત વીમો 10 લાખનો રાખવા નિર્ણય કરાયો છે. 24 જેટલા સીસીટીવી કેમેરા કાંકરિયા પરિસરમાં લગાવવામાં આવ્યા છે. 19 બોટની સામે 2 સ્પીડ બોટ રેસ્ક્યુ બોટ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. પ્રતિ ટીકીટ 15 ટકા નફાની રકમ AMC ને ચૂકવવાના રહેશે. સ્પીડ બોટના 160 રૂપિયા, પોન્ટૂન બોટના દર 160 રૂપિયા નક્કી કરાયા છે. શિકારા બોટનો દર 150 અને જીપ્સી બોટનો દર 150 રૂપિયા નક્કી કરાયા છે. પેડલ બોટના 60 રૂપિયા નક્કી કરાયા છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
