<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ગૂગલ મેપમાં સ્‍પીડ લિમિટ ફીચર સક્રિય કરાયું રસ્‍તાની ગતિ મર્યાદાની સાથે વાહનની લાઇવ સ્‍પીડનો આંકડો દેખાશે

ઓવરસ્‍પીડિંગ અને અકસ્‍માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ગૂગલનો નવો અભિગમ : અકસ્‍માત સહિતના તમામ ડેટાના વિશ્‍લેષણ બાદ ડિજિટલ પ્રયોગ

અમદાવાદ તા.૩: શહેરના રોડ પરની ગતિ મર્યાદા નક્કી કરેલી હોય છે, લોકો ગતિ મર્યાદાનું પાલન કરતા નથી અને ગતિ મર્યાદા માટે લગાવેલા બોર્ડ પણ ન જોઈને પૂરઝડપે વાહન હંકારતા હોવાથી અકસ્‍માતો સર્જાય છે. આ અકસ્‍માત અનેંઓવરસ્‍પીટિગ રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ ગૂળલ માથે સંકલન કરીને નવો ડિજિટલ અભિગમ અપનાવ્‍યો છે. ગુગલ મેપનો ઉપયોગ કરનાર વાહનચાલકો પૂરઝોષ વાહન ન હંકારે તે માટે આ પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં રોડની નક્કી કરેલી ગતિ મર્યાદા અને તેની સામે વાહનની સ્‍પીડ કેટલી છે તે આંકડો વાહનચાલકને બતાવવામાં આવશે. જેનાથી વાહનચાલક પોતાના વાહનની ગતિ કાબૂમાં રાખી શકશે અને તેનાથી અકસ્‍માત તથા ઓવરસ્‍પીડિગના કેસો ઘટે તેવી આશા સેવાઈ રહી છે. ટ્રાફિક વિભાગે અકસ્‍માત સહિતના તમામ ડેટા ગૂગલને પૂરા પાડયા બાદ તેનું વિશ્‍લેષણ કરાયુ હતું અને ત્‍યારબાદ આ પ્રયોગ શરૂ કરવામાં આવ્‍યો હોવાનું ઉચ્‍ચ અધિકારીએ જણાવ્‍યું છે. અમદાવાદ શહેરમાં સતત વધતા જતા માર્ગ અકસ્‍માતો અને ઓવરસ્‍પીડિંગની સમસ્‍યાને નાથવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટેકનોલોજીનો સહારો લઈને એક નવીનતમ પહેલ કરી છે. વિશ્વપ્રસિદ્ધ ટેક કંપની ગૂગલ સાથે સંકલન કરીને નેવિગેશન સિસ્‍ટમમાં સ્‍પીડ લિમિટ દર્શાવતું ફીચર સક્રિય કરવામાં આવ્‍યું છે. હવે ગૂગલ મેપનો ઉપયોગ કરતા વાહનચાલકોને જે તે રોડની નિર્ધારિત સ્‍પીડ લિમિટ અને તેમના પોતાના વાહનની લાઈવ સ્‍પીડ મોબાઈલ સ્‍ક્રીન પર જ જોવા મળશે. ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલે જણાવ્‍યું હતું કે, અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ સ્‍માર્ટ ટ્રાફિક મેનેજમેન્‍ટ તરફનો સરાહનીય પ્રયોગ છે. જોકે, માત્ર ટેકનોલોજી આધારિત રહેવાને બદલે ચાલકોની સ્‍વયં શિસ્‍ત અને માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન જ અકસ્‍માતો -રોકવામાં આખરી અને સૌથી મોટું શષા સાબિત થશે. આ પ્રયોગની સફળતા બાદ રાજ્‍યના અન્‍ય શહેરોમાં પણ આ મોડેલ અમલી બનાવવામાં આવશે.(સૌજન્‍યઃ નવ ગુજરાત સમય)

 બ્‍લેક સ્‍પોટ ફીચર ઉમેરાશે

શહેરમાં કુલ ૨૮ બ્‍લેક સ્‍પોટ છે, જે બ્‍લેક સ્‍પોટ અકસ્‍માત સંબિત ક્ષેત્ર મનાય છે. આ જગ્‍યાઓએ વારંવાર થયેલા અકસ્‍માતો બાદ તેને બ્‍લેક સ્‍પોટ જાહેર કરવામાં આવે છે. ભવિષ્‍યમાં તે બ્‍લેક સ્‍પોટના ડેટા બાબતે પણ ગૂગલ સાથે સંકલન કરીને તે ફીચર પણ સમાવી શકાય તેવા પ્રયાસ ટ્રાફિક વિભાગ કરશે. સાથે આ સફળ પ્રયોગ બાદ અન્‍ય મોટા શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે.

(10:45 AM IST)