<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

નર્મદા જિલ્લાની પ્રજામાં બર્ડફલુ મુદ્દે ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઉભુ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન

પોલ્ટ્રી ફામ વાળા પઠાણ એઝાઝખાંન એ પ્રાંત અધિકારી ને આવેદન આપી અગાઉ આવેદન આપનાર ને વળતો જવાબ આપ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા સિંધીવાડમાં ચાલતા પોલ્ટ્રી ફાર્મ ને બંધ કરાવવા અગાઉ એક યુવાને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું ત્યારે આ મુદ્દે પોલ્ટ્રી ફાર્મના સંચાલકે વળતા જવાબ મા આજે પ્રાંત ને આવેદન આપી તેમની રજૂઆત કરી છે.

   આવેદન માં પઠાણ એઝાઝખાંન સાહેબઅલીખાન (રહે. દક્ષિણ ફળીયું, લાલટાવર પાસે, કાળકા માતા મંદિર રોડ,રાજપીપલા )નાઓના જણાવ્યા મુજબ.(૧) મોહસીનખાન ઈસમતખાન બલુચી (રહે દક્ષિણ ફળીયું, સિંધીવાડ લાલટાવર પાસે, રાજપીપલા )(૨) નટુભાઈ રાવલજીભાઈ વસાવા (રહે.દક્ષિણ ફળીયું, સિંધીવાડ લાલટાવર પાસે, રાજપીપલા)  (૩) અક્ષયભાઈ ઉર્ફે લાલો ઉમંગભાઈ વસાવા (રહે. દક્ષિણ ફળીયું, સિંધીવાડ લાલટાવર પાસે,રાજપીપલા) (૪) જયેશભાઈ કાશીરામભાઈ વસાવા (રહે.જુના કોટ સૌનીવાડ રાજપીપલા) નાઓ દ્વારા આપને આપવામાં આવેલ આવેદનપત્ર દ્વારા બર્ડફલુ તથા ગંદકી વિષેનો ઉલ્લેખ કરી નર્મદા જિલ્લાની ભોળી પ્રજામાં ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઉભું કરી રહયા છે.જે આપણા ગુજરાત રાજય તેમજ નર્મદા જિલ્લામાં બર્ડફલુ જેવો કોઈ વાયરસ દેખાયેલ નથી.ઉપરોક્ત વાયરસ મહારાષ્ટ્ર રાજયમાં અમુક જિલ્લામાં જોવા મળેલ છે.
બર્ડ ફલુ અંગેની પુષ્ટી આપણા ગુજરાત સરકારનાં મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા દ્વારા તારીખઃ-૦૭/૦૫/૨૦૨૬ ના રોજ સોશીયલ મીડીયાના માધ્યમથી કરવામાં આવેલ છે.આપણા ગુજરાત રાજયમાં આ વાયરસનો કોઈ પણ કેસ નોંધાયેલ નથી.જેથી પ્રજાને ડરવાની જરૂર નથી. તેમ છતાં અમુક તત્વો દ્વારા રાગ-દ્વેશ રાખી પ્રજાને ગુમરાહ કરવા આવેદનપત્ર તેમજ ખોટી અરજીઓ દ્વારા નર્મદા જિલ્લાની ભોળી પ્રજાને સોશીયલ મીડીયાના માધ્યમથી જનતાને ગેરમાર્ગે દોરવાનું પ્રયાસ કરી રહયાં છે.
ઉપરોકત ઈસમે અગાઉ પણ અમારી વિરૂધ્ધ વારંવાર ખોટી અરજીઓ કરી અમોને તથા અમારા કાયદેસરનાં ધંઘાને હેરાનગતી કરી બદનામ કરવાના પ્રયાસ કરેલ છે. અમો પ્રોલ્ટીનાં ધંઘા વાળી જગ્યા ઉપર સંપુર્ણ સાફ-સફાઈ રાખી જંતુનાશક દવાનો છટકાવ અને સુંગધિત દ્રવ્યનો છંટકાવ કરીએ છીએ.અને કોઈ ગંદકી કરતા નથી.અમો તંદુરસ્ત પક્ષીઓ લાવી વેચાણ કરીએ છીએ.અને અમો અંદાજિત ૩૦ થી ૩૫ વર્ષોથી આ ધંધો કરીએ છીએ.અને અમો ગુજરાત સરકાર ના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ નું લાઈસન્સ ઘરાવીએ છીએ. આ ઈસમે અગાઉ પણ આપની કચેરીમાં અરજી કરેલ હતી.જે અરજીના અનુસંધાને આપની કચેરીના હુકમ ક્રમાંક/એમએજી/વશી ૨૮૦૬ થી ૨૮૧૫ / ૨૦૨૫ તારીખઃ-૦૮/૦૫/૨૦૨૫ થી આ અરજી દફતરે કરવામાં આવેલ છે.વારંવાર અમારી વિરૂધ્ધ પુર્વગ્રહથી પીડીત વેરની વસુલાત માટે મરણીયા બન્યા છે.જેથી ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઉભુ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આપને અમારી નમ્ર અરજ વિનંતી છે.

(11:01 PM IST)