<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

એસ.ટી. નિગમમાં રપ૧૦ હેલ્‍પરની ભરતી

૬ ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે, પાંચ વર્ષ ફિકસ પગાર રૂા.ર૧,૧૦૦

રાજકોટઃગુજરાત એસ.ટી. નિગમના નિવૃત ટ્રાફિક કંન્‍ટ્રોલર કુરજીભાઇ હરખાણી  મો. ૯૪૨૬૧ ૩૬૭૫૭ અખબારી યાદીમાં જણાવે છે કે અસ.ટી. નિગમમાં રપ૧૦ હેલ્‍પરની ભરતી જાહેર થઇ છે ઓઝસ વેબ સાઇડ ઉપરથી ફોર્મ ભરવાની તા. ૭/૯/૨૦૨૬ થી ૬/૧૦/૨૦૨૬ એક મહિનો મુદત છે. પાંચ વર્ષ સુધી ફીકસ પગાર ર૧,૧૦૦  રહેશે.

બેરોજગાર ઉમેદવારે આઇ.ટી.આઇ. ડીઝલ મિકેનિકનો એક વર્ષ કે બે વર્ષનો કોર્ષ કરેલ હોય, એસ.ટી. નિગમમાં એપ્રેન્‍ટીસ કામગીરી કરેલા ઉમેદવારોએ ફોર્મ ભરી ભરતીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અત્રે યાદ આપવુ જરૂરી છે કે ગુજરાત એસ.ટી. નિગમના રાજયભરમાં ૧રપ ડેપો વર્કશોપ છે. ૧૬ વિભાગીય યંત્રાલય છે. એશીયા ખંડમાં જેની ગણના થાય છે તેવા આધુનિક ઓટોમેટીક સાધનો ધરાવતું અમદાવાદ-નરોડા વર્કશોપ સહિત ૧૪ર બસને રીપેરીંગના ક્ષેત્ર છે.

હાલ આ વર્કશોપોમાં રીપેરીંગ કરનાર કર્મચારી નથી જેથી ખાનગી પ્રાઇવેટ ગેરેજમાં એસ.ટી.બસોનું રીપેરીંગ થાય છે. અહિ દલા-તરવાડી  બનતું હોવાનું પણ તેઓ યાદીમાં જણાવે છે. 

એસ.ટી. નિગમમાં હાલ ડ્રાઇવર-કંડકટરની ઘટ છે. ગુજરાતભરમાં ઇનકમવાળા લોંગ રૂટો કેન્‍સલ થાય છે. અગર તો મોડા ઉપડે છે ડ્રાઇવર-કંડકટરો પાસેથી અમાનવીય કામગીરી-લેબર-કાયદાનું પાલન થતું નથી જેનાથી એસ.ટી. નિગમને દરરોજની લાખોની ખોટ જાય છે. વર્કશોપમાં હેડમેકેનીક -આર્ટ.એ, આર્ટ-બી,આર્ટ-સી ઇલેકટ્રીશયન-ટાયર ફીટર ગુજરાતભરના ૧૪ર વર્કશોપમાં ઘટ હોય આ ઘટ દૂર કરવા રાજકોટ વિભાગમાંથી એસ.ટી.નિવૃત- ખાંટ ક્ષત્રીય, સરપંચ કાનજીભાઇ મોરબીયાએ માંગણી કરેલી છે.

(4:03 PM IST)