તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
સ્ટેમ્પ ડયૂટીનો કરોડોનો માર, રાજ્યના ૨૫૦૦૦થી વધુ MSME મુશ્કેલીમાં
૯૯ વર્ષની GIDC લીઝ પર પૂર્વલક્ષી સ્ટેમ્પ ડ્યૂટી અને ૩૦૦% સુધીના દંડથી સંકટ

અમદાવાદ તા.૬: ઉદ્યોગોને અનુકૂળ રાજ્ય તરીકે ઓળખ મજબૂત બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસો વચ્ચે હવે સેંકડો MSME ઉદ્યોગો કરોડો રૂપિયાની રેટ્રોસ્પેક્ટિવ (ભૂતકાળની અસરથી લાગુ હોય એવી) સ્ટેમ્પ ડયૂટીની માંગણીઓથી પરેશાન હોવાનો ઉદ્યોગ પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે.
વિવાદનું કેન્દ્ર GIDC એસ્ટેટમાં આવેલા ૯૯ વર્ષના લીઝ પર આપવામાં આવેલા ઔદ્યોગિક પ્લોટો છે. ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આ પ્લોટોની ફાળવણી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની કોઈ જોગવાઈ નહોતી. જોકે, કાયદાના અર્થઘટનમાં થયેલા ફેરફાર બાદ સ્ટેમ્પ ડ્યૂટી વિભાગે હવે સ્ટેમ્પ ડયુટી સાથે ૧૦ ટકાથી લઈને ૩૦૦ ટકા સુધીના દંડની માંગણી કરતી નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે આ પગલાંને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે અને અનેક એકમો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજ્યભરના ૨૫,૦૦૦થી વધુ ઉદ્યોગો આ કડક નિયમથી પ્રભાવિત થયા છે.
નવગુજરાત સમયને એક ઉદ્યોગ સંગઠનના સભ્યે જણાવ્યું કે, ૧,૦૦૦ ચોરસ મીટરના ઔદ્યોગિક પ્લોટ માટે સ્ટેમ્પ ડ્યૂટી અને દંડ મળીને લગભગ રૂ. ૨ કરોડની ગણતરી કરવામાં આવી રહી છે. વિભાગ વર્ષો દરમિયાન થયેલા પ્લોટના દરેક હસ્તાંતરણને ધ્યાનમાં લઈને જવાબદારી નક્કી કરી રહ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ અને મુખ્યમંત્રી સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ રાહત મળી નથી.
ઉદ્યોગ પ્રતિનિધિઓનું કહેવું છે કે અરજી પ્રક્રિયામાં થતા વિલંબથી સમસ્યા વધુ ગંભીર બની છે. સ્ટેમ્પ ડ્યૂટીના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગને સોંપાયેલી ફાઇલો ઘણીવાર લગભગ ત્રણ મહિના સુધી પડતર રહે છે, જેના કારણે ઉદ્યોગો અનિヘતિતામાં રહે છે અને રોજિદા કામગીરી પર અસર પડે છે.ઉદ્યોગોને અનુકૂળ રાજ્ય તરીકે ઓળખ મજબૂત બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસો વચ્ચે હવે સેંકડો પ્લ્પ્ચ્ ઉદ્યોગો કરોડો રૂપિયાની રેટ્રોસ્પેક્ટિવ (ભૂતકાળની અસરથી લાગુ હોય એવી) સ્ટેમ્પ ડયૂટીની માંગણીઓથી પરેશાન હોવાનો ઉદ્યોગ પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે.
વિવાદનું કેન્દ્ર GIDC એસ્ટેટમાં આવેલા ૯૯ વર્ષના લીઝ પર આપવામાં આવેલા ઔદ્યોગિક પ્લોટો છે. ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આ પ્લોટોની ફાળવણી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની કોઈ જોગવાઈ નહોતી. જોકે, કાયદાના અર્થઘટનમાં થયેલા ફેરફાર બાદ સ્ટેમ્પ ડ્યૂટી વિભાગે હવે સ્ટેમ્પ ડયુટી સાથે ૧૦ ટકાથી લઈને ૩૦૦ ટકા સુધીના દંડની માંગણી કરતી નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે આ પગલાંને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે અને અનેક એકમો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાજ્યભરના ૨૫,૦૦૦થી વધુ ઉદ્યોગો આ કડક નિયમથી પ્રભાવિત થયા છે.
નવગુજરાત સમયને એક ઉદ્યોગ સંગઠનના સભ્યે જણાવ્યું કે, ૧,૦૦૦ ચોરસ મીટરના ઔદ્યોગિક પ્લોટ માટે સ્ટેમ્પ ડ્યૂટી અને દંડ મળીને લગભગ રૂ. ૨ કરોડની ગણતરી કરવામાં આવી રહી છે. વિભાગ વર્ષો દરમિયાન થયેલા પ્લોટના દરેક હસ્તાંતરણને ધ્યાનમાં લઈને જવાબદારી નક્કી કરી રહ્યો છે. વરિષ્ઠ અધિકારીઓ અને મુખ્યમંત્રી સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ રાહત મળી નથી.
ઉદ્યોગ પ્રતિનિધિઓનું કહેવું છે કે અરજી પ્રક્રિયામાં થતા વિલંબથી સમસ્યા વધુ ગંભીર બની છે. સ્ટેમ્પ ડ્યૂટીના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગને સોંપાયેલી ફાઇલો ઘણીવાર લગભગ ત્રણ મહિના સુધી પડતર રહે છે, જેના કારણે ઉદ્યોગો અનિヘતિતામાં રહે છે અને રોજિદા કામગીરી પર અસર પડે છે.
નાના ઉદ્યોગોને જીવતા મારી નાખવા સમાનઃ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અજિત શાહે જણાવ્યું કે, સ્ટેમ્પ ડ્યૂટી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે તેમણે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી થઈ નથી. તેમણે કહ્યું, યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે પહેલેથી જ ઉદ્યોગો મુશ્કેલીમાં છે. આવા પગલાં નાના ઉધોગોને જીવતા મારી નાખવા સમાન છે. સરકારે શક્ય તેટલી વહેલી તકે આ મુઘનો ઉકેલ લાવી ઉદ્યોગોને બચાવવા જોઈએ.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
