News of Tuesday, 21st July 2026
ગુજરાતમાં સ્ટાર હેલ્થે તાવ અને ચેપી રોગો માટે હોમ હેલ્થકેર ઉપયોગમાં ત્રણ ગણો વધારો નોંધાવ્યો.
પોલિસીધારકો ટોક ટુ સ્ટારને ૭૨૦૦ ૨૨૨ ૩૩૩ ઉપર કૉલ કરી શકે

ગાંધીધામ તા. ૨૧ : ગાંધીધામમાં ચોમાસાની ઋતુની શરૂ થતાની સાથે જ ડેન્ગ્યુ,મેલેરિયા,તાવ અને અન્ય ચેપી રોગોના કેસો સામાન્ય રીતે વધવા લાગે છે. આ વર્ષે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અંગે પણ ચિંતા સતત વધી રહી છે.આ પ્રકારની સમયમાં ભારતની અગ્રણી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકીની એક સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સમગ્ર રાજ્યમાં તેની ચોમાસા દરમિયાનની હેલ્થકેર અને જનજાગળતિ અભિયાન (આઉટરીચ)ને વધુ વેગ આપી રહી છે.
સ્ટાર હેલ્થના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના ગુજરાતના આંકડા દર્શાવે છે કે તાવ અને અન્ય ચેપી રોગો માટે હોમ હેલ્થકેરના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. આ વળદ્ધિની સાથે જ કંપનીએ દેશભરમાં તેની તાજેતરમાં શરૂ કરાયેલી વર્ચ્યુઅલ ઓપીડી સર્વિસ માટે પણ અસાધારણ માંગ જોઈ છે કે જેમાં ગ્રાહકોની વધતી સંખ્યા મેડિકલ કન્સલ્ટેશન માટે આ સર્વિસને તેમના પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરી રહેલ છે. આ પહેલ અંગે ટિપ્પણી કરતા સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ગુજરાતના બિઝનેસ હેડ શ્રી વિજય અરોરાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં અમારો પ્રયાસ સારવારના પ્રથમ પગલાને વધુ સરળ બનાવવાનો છે.પોલિસીધારકો હોમ હેલ્થકેર અથવા હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત માર્ગદર્શન અને સહાય મેળવવા માટે ટોક ટુ સ્ટારના ૭૨૦૦ ૨૨૨ ૩૩૩ નંબર પર કૉલ કરી શકે છે, જ્યારે સામાન્ય પ્રજા ૨૪/૭ ફ્રી વર્ચ્યુઅલ ઓપીડી કન્સલ્ટેશન બુક કરવા માટે સ્ટાર હેલ્થ એપનો ઉપયોગ કરી શકે છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
