<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

વિકાસ સપ્‍તાહમાં રાજ્‍યની ૧૬ સરકારી યુનિવર્સિટીઓમાં સ્‍ટાર્ટઅપનો ધમધમાટ : પ્રત્‍યેકને પાંચ લાખની ગ્રાન્‍ટ ફાળવાઈ

વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા જગાવવા વિશેષ આયોજન : કુલ ૮૦ લાખ ફાળવાયા, ઓછામાં ઓછા ૫૦૦ લાભાર્થી જોડાશે

ગાંધીનગર : ગુજરાતમાં આગામી તા. ૭ થી ૧૪ ઑક્‍ટોબર દરમિયાન યોજાનારા ‘વિકાસ સપ્‍તાહ-૨૦૨૬' અંતર્ગત રાજ્‍યની ૧૬ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને સ્‍ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રેરવા માટે ‘એસએસઆઈપી ૨.૦ જાગળતિ કાર્યક્રમ' યોજાશે. ગુજરાત નોલેજ સોસાયટીએ દરેક યુનિવર્સિટીને મહત્તમ રૂ. પાંચ લાખ પ્રમાણે કુલ રૂ. ૮૦ લાખની ગ્રાન્‍ટ ફાળવી છે.

યુનિવર્સિટીઓએ વિકાસ સપ્તાહ દરમિયાન કોઈ એક દિવસે સવારે ૧૧થી સાંજે ૫ વાગ્‍યા સુધી કાર્યક્રમ યોજવાનો રહેશે. સવારે ૧૧થી ૧૨ વાગ્‍યા સુધી ઉદ્દઘાટન, મહાનુભાવોનું સન્‍માન, કુલપતિ અથવા આચાર્યનું સ્‍વાગત પ્રવચન, ઉત્‍કળષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું સન્‍માન અને સ્‍ટાર્ટઅપ-નવીનતા અંગે માર્ગદર્શન યોજાશે.

બપોરે ૧૨થી સાંજે ૫ વાગ્‍યા દરમિયાન જિલ્લા કક્ષાની સ્‍ટાર્ટઅપ પરિષદ, સ્‍ટાર્ટઅપ યાત્રા, બૂટ કેમ્‍પ, ચર્ચા, સફળ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ, વિદ્યાર્થી જાગળતિ કાર્યક્રમ, નવીન વિચારોનું પ્રદર્શન, સફળતાની ગાથાઓ તથા પ્રૂફ ઑફ કન્‍સેપ્‍ટ અને બૌદ્ધિક સંપદા અધિકાર પ્રદર્શન જેવી પ્રવળત્તિઓ યોજી શકાશે. સ્‍થાનિક સફળ ઉદ્યોગસાહસિકો અને નવપ્રવર્તકોને મુખ્‍ય મહેમાન તરીકે આમંત્રિત કરવાની પણ છૂટ અપાઈ છે.

દરેક યુનિવર્સિટીએ ઓછામાં ઓછા ૫૦૦ વિદ્યાર્થીઓ, નવપ્રવર્તકો, સ્‍ટાર્ટઅપ પ્રતિનિધિઓ અને અધ્‍યાપકોની ભાગીદારી સુનિヘતિ કરવાની રહેશે. કાર્યક્રમની તારીખ, મહેમાનો અને મિનિટવાર આયોજનની વિગતો તા. ૩ ઑક્‍ટોબર પહેલાં મોકલવાની રહેશે, જ્‍યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિગતવાર અહેવાલ અને તસવીરો તા. ૧૫ ઑક્‍ટોબર સુધીમાં રજૂ કરવાના રહેશે.

ફાળવાયેલી ગ્રાન્‍ટમાંથી કાર્યક્રમ કિટ, ચા-નાસ્‍તો અને ભોજન, મહેમાનોનું પ્રવાસ ભથ્‍થું, સ્‍વાગત સામગ્રી, સંચાલન, બેનર તથા અન્‍ય આનુષંગિક ખર્ચ કરી શકાશે. રૂ. પાંચ લાખથી વધુ ખર્ચ થાય તો વધારાની રકમ સંબંધિત યુનિવર્સિટીએ ભોગવવાની રહેશે. જ્‍યારે બચેલી રકમ ગ્રાન્‍ટમાં સમાયોજિત કરાશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ, કચ્‍છ યુનિવર્સિટી ભુજ, નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ સહિત રાજ્‍યની તમામ પસંદ કરાયેલી યુનિવર્સિટીઓના ખાતામાં ગ્રાન્‍ટ જમા કરાવવામાં આવી છે.

(2:43 PM IST)