તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 4th July 2026
અમદાવાદ રેલવે મંડળમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટર શરૂ
હવે 1350 કિમી રેલવે નેટવર્ક પર 24x7 રિયલ ટાઈમ મોનિટરિંગ, વધુ સુરક્ષા અને ઝડપી સંચાલન મળશે.

અમદાવાદ રેલવે મંડળમાં રેલવે સંચાલનને વધુ અત્યાધુનિક અને સુરક્ષિત બનાવવા માટે એક અગત્યનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. શુક્રવારે ડીઆરએમ વેદ પ્રકાશના હસ્તે એક અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં રેલવે ઓપરેશન માટે મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરશે.
ટ્રેનોના સંચાલન પર રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે. જેથી ટ્રેનોના સમયપાલન અને કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
રેલવે સ્ટેશનો અને પરિસરમાં ભીડનું નિયંત્રણ, સુરક્ષા તેમજ કોઈપણ ઈમરજન્સીની સ્થિતિ પર 24 કલાક કડક નજર રાખવામાં આવશે.
વિવિધ વિભાગો એક જ છત નીચે કામ કરશે, જેથી કટોકટીના સમયે ત્વરિત નિર્ણયો લઈ શકાશે
મુસાફરોને સચોટ માહિતી આપવા માટે રેલ મદદ ફરિયાદ નિવારણ સિસ્ટમ અને નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ સાથે સીધું કનેક્ટ કરવામાં આવ્યું છે.
આ સેન્ટરમાં એક ભવ્ય વીડિયો ડિસ્પલે વોલ યુનિટ સ્થાપિત કરાઈ છે. જેની મદદથી 1350 કિમી લાંબા વિશાળ રેલવે નેટવર્ક પર હાઈ રિઝોલ્યુશન સાથે નજર રાખી શકાશે. આ નવીનતમ કંટ્રોલ સેન્ટરના કારણે હવે મુસાફરોની સફર વધુ સુવિધાજનક, સમયસર અને સુરક્ષિત બનશે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
