<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક : સૌરાષ્ટ્ર ઝોનની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડા નક્કી કરવા થશે ચર્ચા

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઈએસઆઈસી (ESIC) ની રીજનલ બોર્ડ મિટીંગમાં હાજરી આપશે.

ગાંધીનગરમાં આજે સવારે 10 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક મળી રહી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડા નક્કી કરવા અંગે ચર્ચા થશે. બીજી તરફ, કોંગ્રેસ દ્વારા પ્રદેશ ભાજપ અધ્યક્ષના નિવેદન સામે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત, શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઈએસઆઈસી (ESIC) ની રીજનલ બોર્ડ મિટીંગમાં હાજરી આપશે.

(10:54 AM IST)