<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સોમનાથ ખાતે જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ, જનકલ્યાણની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યો અંગે વિગતવાર ચર્ચા કરી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સોમનાથ ખાતે જિલ્લાના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ, જનકલ્યાણની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોઅંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રે દેશમાં લાવવામાં આવી રહેલા સકારાત્મક પરિવર્તનો અંગે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગળ ધપી રહેલી ગુજરાતની વિકાસયાત્રા અંગ વાર્તાલાપ કર્યો હતો

(8:29 PM IST)