<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજય સરકાર દ્વારા રાજકોટના એડી. કલેકટર ચૌહાણ સહિત GAS કેડરના ૧ર અધિકારીઓને પ્રમોશન

લેવલ-૧રમાંથી લેવલ-૧૩માં બઢતી અપાઇ : તમામને વર્તમાન હોદ્દા ઉપર જ નિમણૂંક

 

ગાંધીનગર, તા. રપ : ગુજરાત સરકારના સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્‍વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્‍કેલના ૧૨ અધિકારીઓને સેલેક્‍શન સ્‍કેલમાં બઢતી આપવામાં આવી છે. રાજ્‍યપાલના આદેશથી અપર મુખ્‍ય સચિવ  ડૉ. અંજુ શર્મા દ્વારા ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. આ પ્રમોશન મેળવનાર અધિકારીઓને હાલ તેઓ જે હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે તે જ જગ્‍યાઓ પર પૂર્વવત કાર્યરત રાખવા માટે પુનઃનિમણૂક આપવામાં આવી છે.

  પે મેટ્રિક્‍સ લેવલ-૧૩માં બઢતી મેળવનાર ૧૨ GAS અધિકારીઓની યાદીઃ

૧. એ. એચ. દર્જીઃ સંયુક્‍ત નિયામક, મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર

૨. ડી. એન. રેંકઃ અતિરિક્‍ત કલેક્‍ટર, મુખ્‍યમંત્રી કાર્યાલય (CMO), ગાંધીનગર

૩. ડી. જે. દેસાઈઃ જનરલ મેનેજર, ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, ગાંધીનગર

૪. આર. એચ. ગઢવીઃ મેનેજિંગ ડિરેક્‍ટર, ગુજરાત ફિશરીઝ સેન્‍ટ્રલ કો-ઓપરેટિવ એસોસિએશન, ગાંધીનગર

૫. એસ. ડી. તબિયારઃ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA), ડાંગ-આહવા

૬. આઈ. કે. ચૌહાણઃ અતિરિક્‍ત કલેક્‍ટર, પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરની કચેરી, રાજકોટ

૭. વી. જી. રોરેઃ નિયામક, ગુજરાત સ્‍ટેટ નોન-રેસિડન્‍ટ ગુજરાતીઝ ફાઉન્‍ડેશન (NRGF), ગાંધીનગર

૮. વી. આર. સક્‍સેનાઃ પ્રોજેક્‍ટ એડમિનિસ્‍ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્‍લાન, ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા

૯. એન. પી. પટાડિયાઃ નાયબ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર

૧૦. એ. જે. દેસાઈઃ ખાસ સચિવ, રિયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરિટી (RERA), ગાંધીનગર

૧૧. વી. સી. બગુલઃ જનરલ મેનેજર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગર

૧૨. સી. વી. લતાઃ નિવાસી અતિરિક્‍ત કલેક્‍ટર (RAC), મહીસાગર. (૯.૧૪)

(1:32 PM IST)