News of Friday, 24th July 2026
રાજ્ય સરકાર દ્વારા રાજકોટના એડિશનલ કલેકટર આઈ. કે. ચૌહાણ સહિત GAS કેડરના ૧૨ સિનિયર સ્કેલના અધિકારીઓને સીલેક્શન સ્કેલમાં અપાયા પ્રમોશન : વર્તમાન હોદ્દા પર જ પુનઃનિમણૂક કરાઈ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જારી : પે મેટ્રિક્સ લેવલ-૧૨માંથી લેવલ-૧૩ માં બઢતી અપાઈ : જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગાંધીનગર : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત વહીવટી સેવા (GAS)ના સિનિયર સ્કેલના ૧૨ અધિકારીઓને સેલેક્શન સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. રાજ્યપાલના આદેશથી અપર મુખ્ય સચિવ (કાર્મિક) ડૉ. અંજુ શર્મા દ્વારા ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રમોશન મેળવનાર અધિકારીઓને હાલ તેઓ જે હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે તે જ જગ્યાઓ પર પૂર્વવત કાર્યરત રાખવા માટે પુનઃનિમણૂક આપવામાં આવી છે.
પે મેટ્રિક્સ લેવલ-૧૩માં બઢતી મેળવનાર ૧૨ GAS અધિકારીઓની યાદી:
જાહેરનામા મુજબ, સિનિયર સ્કેલ (લેવલ-૧૨: રૂ. ૭૮,૮૦૦ થી ૨,૦૯,૨૦૦)માંથી સેલેક્શન સ્કેલ (લેવલ-૧૩: રૂ. ૧,૨૩,૧૦૦ થી ૨,૧૫,૯૦૦)માં પ્રમોશન મેળવનાર ૧૨ અધિકારીઓની વિગત નીચે મુજબ છે:
૧. એ. એચ. દર્જી: સંયુક્ત નિયામક, મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર
૨. ડી. એન. રેંક: અતિરિક્ત કલેક્ટર, મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ગાંધીનગર
૩. ડી. જે. દેસાઈ: જનરલ મેનેજર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, ગાંધીનગર
૪. આર. એચ. ગઢવી: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કો-ઓપરેટિવ એસોસિએશન, ગાંધીનગર
૫. એસ. ડી. તબિયાર: નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), ડાંગ-આહવા
૬. આઈ. કે. ચૌહાણ: અતિરિક્ત કલેક્ટર, પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરની કચેરી, રાજકોટ
૭. વી. જી. રોરે: નિયામક, ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF), ગાંધીનગર
૮. વી. આર. સક્સેના: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા
૯. એન. પી. પટાડિયા: નાયબ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર
૧૦. એ. જે. દેસાઈ: ખાસ સચિવ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA), ગાંધીનગર
૧૧. વી. સી. બગુલ: જનરલ મેનેજર, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગર
૧૨. સી. વી. લતા: નિવાસી અતિરિક્ત કલેક્ટર (RAC), મહીસાગર
પ્રમોશન હાઈકોર્ટના આખરી ચૂકાદાને આધીન રહેશે:
સામાન્ય વહીવટ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી જયમીન શાહ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ આપવામાં આવેલા તમામ પ્રમોશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી ખાસ સિવિલ અરજી (SCA No. 5182/2020 અને SCA No. 5972/2020)ના આખરી આદેશ અને નિર્ણયને આધીન રહેશે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
