<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કાર્યસ્થળે જાતીય સતામણી નિવારણ અને લિંગ સંવેદનશીલતા માટે રાજ્ય સરકારની પહેલ: સામાન્ય વહીવટ વિભાગના કર્મયોગીઓ માટે દ્વિદિવસીય POSH Act, 2013 અને જેન્ડર સેન્સિટાઈઝેશન તાલીમ સંપન્ન

જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત તાલીમમાં CII વીમેન નેટવર્કના ચેરપર્સન યોગિતા આહુજા અને AWAGના સેક્રેટરી ડૉ. જરણા પાઠકે કાયદાકીય જોગવાઈ, ફરિયાદ નિવારણ અને સુરક્ષિત કાર્યસ્થળ નિર્માણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું; પોસ્ટ-ટેસ્ટથી કર્મચારીઓના જ્ઞાનનું મૂલ્યાંકન કરાયું

ગાંધીનગર, તા. 13  : રોજિંદા જીવન અને કાર્યસ્થળ પર લિંગ આધારિત પૂર્વગ્રહોને ઓળખી વધુ સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ વર્તન અપનાવવાના હેતુ સાથે “POSH Act, 2013 તથા જેન્ડર સેન્સિટાઈઝેશન” વિષય પર તા. 11 અને 12 મે, 2026 દરમિયાન દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-2, સચિવાલય, ગાંધીનગર ખાતે દ્વિદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ ખાસ તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓના જાતીય સતામણી નિવારણ માટેના કાયદા (POSH Act, 2013) અંગે જાગૃતિ વધારવા તેમજ અધિકારીઓ અને કર્મચારીઓમાં જાતિગત સંવેદનશીલતા, સમાનતા અને સમાવેશી અભિગમ વિકસાવવાનો હતો.

 

 

નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન

 

તાલીમ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોમાં POSH Act, 2013 તથા કાર્યસ્થળે ગરિમાપૂર્ણ અભિગમ અને સમાવેશતા વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તા. 11 મેના રોજ શ્રી યોગિતા આહુજા, Chairperson CII_Indian Women Network અને તા. 12 મેના રોજ ડૉ. જરણા પાઠક, સેક્રેટરી, અમદાવાદ વીમેન એક્શન ગ્રુપ (AWAG) દ્વારા કાયદાકીય જોગવાઈઓ, ફરિયાદ નિવારણ વ્યવસ્થા તથા સુરક્ષિત કાર્યસ્થળ નિર્માણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

 

સત્રના અંતે પોસ્ટ-ટેસ્ટ દ્વારા ભાગલેનારાઓના જ્ઞાનમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.

(2:57 PM IST)