News of Friday, 25th September 2026
રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણકાર-કેન્દ્રીય અભિગમ અપનાવવાનો આદેશ કર્યો
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ વિભાગોએ આગામી 15 દિવસમાં જિલ્લાવાર અને તાલુકાવાર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે

ગાંધીનગર : ગુજરાતની આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવા રાજ્ય સરકારે તમામ વિભાગોને રોકાણકાર-કેન્દ્રીય અભિગમ અપનાવવાનો આદેશ કર્યો છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ વિભાગોએ આગામી 15 દિવસમાં જિલ્લાવાર અને તાલુકાવાર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. જેમાં મળેલા રોકાણ પ્રસ્તાવો અને Expressions of Interest, મંજૂર થયેલા પ્રસ્તાવો તેમજ જમીન, પાણી, વીજળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત અવરોધોની માહિતી આપવાની રહેશે. પેન્ડિંગ કામોના કારણો અને તેના ઉકેલ માટેના પગલાંની વિગતો પણ રિપોર્ટમાં સામેલ કરવાની રહેશે. સરકારનો હેતુ રોકાણ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
