<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

રાજ્યમાં સિઝનનો કુલ 24 ટકા વરસાદ :કુલ કૃષિ વિસ્તારના 46 ટકા વિસ્તારમાં અત્યાર સુધીમાં ખરીફ વાવેતર સંપન્ન થયું

નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 65 ટકાને પાર કરી ગયો:વધતા જળસ્તર અને સુરક્ષાના કારણોસર રાજ્યના 11 ડેમને 'હાઈ એલર્ટ'

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન વરસાદે ગતિ પકડી છે. અત્યાર સુધીના આંકડા મુજબ, રાજ્યમાં સિઝનનો કુલ 24 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેના કારણે જળાશયો અને ખેતીના પાકોને નવી જીવતદાન મળ્યું છે.

વરસાદના કારણે રાજ્યના મહત્ત્વના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 65 ટકાને પાર કરી ગયો છે, જે રાજ્ય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. વધતા જળસ્તર અને સુરક્ષાના કારણોસર રાજ્યના 11 ડેમને 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ રહે.

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારો માટે ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. દરિયામાં પ્રવર્તમાન સ્થિતિને જોતા માછીમારોને 18 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે.

વરસાદનું આગમન થતા જ રાજ્યના ખેડૂતોએ ખેતીના કામોમાં ગતિ લાવી છે. રાજ્યના કુલ કૃષિ વિસ્તારના 46 ટકા વિસ્તારમાં અત્યાર સુધીમાં ખરીફ વાવેતર સંપન્ન થઈ ગયું છે, જે ગયા વર્ષની તુલનાએ સંતોષકારક માનવામાં આવે છે.

(7:27 PM IST)