તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
અમરેલી ખાતે રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી :ગૌરવપૂર્ણ અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાને સંબોધિત કરી
મુખ્યમંત્રી દ્વારા અનેક જનહિતની જાહેરાતો:ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળ આવતા જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે પ્લોટ ફાળવાશે :આંગણવાડીના બાળકોના નાસ્તા માટે અગાઉ 5.10 રૂપિયા અપાતા હતા જે વધારીને હવે 8 રૂપિયા કરાયા

સ્વાતંત્ર્ય દિનના 80મા મહાપર્વ નિમિત્તે ગુજરાતભરમાં ઉત્સાહ અને દેશભક્તિનો અદભુત માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી અમરેલી ખાતે અત્યંત ઉત્સાહભેર કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રજાને સંબોધિત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસની લાંબી ગાથા રજૂ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાત દેશનું અગ્રણી ગ્રોથ એન્જિન બન્યું છે. આ પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે, જે રાજ્યના નાગરિકોના ઉત્થાન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાતને વિકાસના નવા શિખરો પર લઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ છેલ્લા 25 વર્ષથી ગુજરાત સમગ્ર દેશનું અગ્રણી ગ્રોથ એન્જિન બન્યું છે અને યુવા શક્તિને નવા યુગના અદભુત અવસરો પૂરા પાડવામાં આવ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે આપણી સનાતન સંસ્કૃતિ અને ભવ્ય વારસાની પ્રતીતિ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકીને આજના યુવાનોને અત્યાધુનિક તાલીમ આપીને સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અને વિકાસની સાથોસાથ પર્યાવરણની જાળવણીનો અભિગમ અપનાવીને વરસાદી પાણીથી ભૂગર્ભ જળ સ્તરમાં મોટો સુધારો લાવવામાં આવ્યો છે.
શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના સંતુલિત વિકાસ માટે 'લોકલ ફોર વોકલ'ના મંત્રને અપનાવીને સ્થાનિક રોજગારી અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજના આ પવિત્ર દિવસે મુખ્યમંત્રી દ્વારા અનેક જનહિતની જાહેરાતો કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા હેઠળ આવતા જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવશે. આંગણવાડીના બાળકોના નાસ્તા માટે અગાઉ 5.10 રૂપિયા આપવામાં આવતા હતા, જે વધારીને હવે 8 રૂપિયા કરવામાં આવ્યા છે જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે બિનઅનામત શૈક્ષણિક લોનની મર્યાદા વાર્ષિક 6 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા આવક ધરાવતા પરિવારો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
