<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

વડોદરામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના સપાટાથી દારૂબંધીના કાળા કારોબારને હચમચાવી દેતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ગાંધીનગરથી ત્રાટકેલી એસએમસીની ટીમે વડોદરામાં ફિલ્મી ઢબે 'રનિંગ રેડ' પાડીને ચાલુ વાહને રૂપિયા ૨૩.૦૮ લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતાં કુખ્યાત બુટલેગરો આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી

ચાલુ ગાડીએ ફિલ્મી ડ્રામા વચ્ચે પોલીસે ટાયરો પકડીને ટ્રક અને કાર જપ્ત કરતાં વડોદરા પોલીસ બેડા અને બુટલેગરોના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરામાં ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને આક્રમક કાર્યવાહી કરીને બુટલેગરોના નેટવર્કની ધોતી પલટાવી નાખી છે! વડોદરા હદ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ વાહનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ હેરફેર થઈ રહ્યો હોવાની બાતમી એસએમસીની ટીમને મળી હતી. બાતમી મળતાની સાથે જ એસએમસીના અધિકારીઓ અને જવાનોએ પોતાની ગાડીઓ દોડાવીને ફિલ્મી ઢબે 'રનિંગ રેડ' ઓપરેશન શરૂ કર્યું હતું.

આ રેઈડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની આશરે 177 પેટીઓ (કુલ 5,256 બોટલ) જપ્ત કરી છે, જેની કિંમત રૂ.23,08,560/- થાય છે. દારૂના આ જથ્થાને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ઈંડાની 362 ટ્રે, એક વાહન તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 28,18,810/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ઘટનાસ્થળેથી પોલીસે એક આરોપી મહેન્દ્ર ઘેવરરામ બિશ્નોઈ (રહે. પડીયલ, જિલ્લો ફલોદી, રાજસ્થાન) ની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 08 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં દારૂ સપ્લાય કરનાર, વાહન માલિક (મહિન્દ્રા બોલેરો પીક-અપ નં. GJ-05-CU-7528), ફાસ્ટેગ ધારક અને વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે.

(5:40 PM IST)