તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ગુજરાતના બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો આજે જામનગરમાં
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લગ્નપ્રસંગે ઉપસ્થિત રહેશે, જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ચાર જિલ્લાઓની સંગઠનાત્મક બેઠકમાં જોડાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૯, જામનગર શહેરમાં રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખો અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની પુત્રીના લગ્નપ્રસંગે ઉપસ્થિત રહેશે અને શુભેચ્છાઓ પાઠવશે.
બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા જામનગર ખાતે યોજાનારી ચાર જિલ્લાઓની સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેશે. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો તથા વિવિધ રાજકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોની જામનગર મુલાકાતને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
