<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓક્ટોબર મહિનાનો રાજ્ય 'સ્વાગત' ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૨મી ઓક્ટોબરે યોજાશે

ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત જનસંપર્ક એકમમાં નાગરિકો સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન રૂબરૂ રજૂઆતો કરી શકશે : મુખ્યમંત્રી બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી સાંભળશે નાગરિકોના પ્રશ્નો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના પારદર્શી તથાત્વરિત ઓનલાઈન નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમની શ્રૃંખલા અંતર્ગત ઓક્ટોબર-૨૦૨૬ માસનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આગામી ગુરુવાર, તા. ૨૨ ઓક્ટોબરના રોજ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલા આ લોકઉપયોગી 'સ્વાગત' ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમે નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે એક ઉત્તમ મંચ પૂરો પાડ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાગરિકો પોતાની વણઉકેલાયેલી સમસ્યાઓ કે રજૂઆતો લઈને તા. ૨૨ ઓક્ટોબરના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રૂબરૂ પહોંચીને રજૂઆત કરી શકશે.

આગામી ગુરુવારે બપોર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે અને નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવતી વિવિધ ફરિયાદો તથા પ્રશ્નોને રૂબરૂ સાંભળીને સંબંધિત તંત્રને તેના સત્વર અને ન્યાયિક નિવારણ માટે જરૂરી માર્ગદર્શન તથા આદેશો આપશે.

(3:56 PM IST)