<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ગાંધીનગર IITમાં રાજ્યની પ્રથમ ‘જેન ઝી’ પોસ્ટ ઓફિસ શરૂ : ફ્રી કોફી, વાઇફાઇ અને અડધા ભાવે પાર્સલ સેવા

જેન ઝી પોસ્ટ ઓફિસ ખાતે યુવાનો માટે કાફેટેરીયા જેવું વાતાવરણ :ડિજિટલ પેમેન્ટ, ક્રેડીટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ, પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરેન્સ સર્વિસ સહિતની સુવિધાઓ એક છત નીચે

ગાંધીનગર IIT ખાતે ગુજરાતની સૌપ્રથમ અને એકમાત્ર જેન ઝી પોસ્ટ ઓફિસ શરુ કરાઈ છે. જેનો IIT કેમ્પસ ખાતે રહેતા વિદ્યાર્થીઓની સાથે સાથે પ્રોફેસરો પણ લાભ લઈ રહ્યા છે. જેન ઝીને આકર્ષવા માટે પોસ્ટલ વિભાગ તરફથી શરુ કરાયેલી આ પહેલ વાસ્તવમાં જેન ઝીને આકર્ષી રહી છે. જેન ઝી પોસ્ટ ઓફિસ ખાતે યુવાનો માટે કાફેટેરીયા જેવું વાતાવરણ ઊભુ કરવામાં આવ્યુ છે જ્યાં બેસીને મોટા ભાગે વિદ્યાર્થીઓ ચીલ કરતા હોય છે. વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચી શકે તે માટે આ પોસ્ટ ઓફિસ ખાતે પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. 

 

વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોફી અને પાણીની વ્યવસ્થા ઉપરાંત આ પોસ્ટ ઓફિસ ખાતે પાર્સલ પેકેજિંગ સુવિધા પણ અપાય છે. જેનો સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચીને તેમના મિત્રોને કુરિયર કરતા હોય છે અને આ સર્વિસ માટે પોસ્ટ ઓફિસ અડધા ભાવે પાર્સલ લે છે. સાથે સાથે ખાસ પેકેજિંગ સર્વિસ અને હોસ્ટેલથી પાર્સલ પીક અપની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. 

 

જેન ઝીને આ પોસ્ટ ઓફિસ પર ફ્રી વાઈફાઈની સુવિધાની સાથે સાથે ડિજિટલ પેમેન્ટ, ક્રેડીટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ, પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરેન્સ સર્વિસ સહિતની સુવિધાઓ એક છત નીચે જ મળી જાય છે. જેના પગલે જેન ઝી આ પોસ્ટ ઓફિસ તરફ આકર્ષાઈ રહ્યા છે અને વાસ્તવિક રીતે તેનો વપરાશ પણ કરી રહ્યા છે.

 

(2:18 PM IST)