<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ગુજરાત પોલીસમાં ટેક્નિકલ સ્ટાફની ભરતી માટે રાજ્યવ્યાપી પરીક્ષાનું કડક સુરક્ષા વચ્ચે આયોજન: વહેલી સવારથી જ કેન્દ્રો પર ઉમેદવારોનો ભારે ધસારો

​કડક ચેકિંગ, બાયોમેટ્રિક ફેશિયલ રિકગ્નિશન અને ૩ અલગ-અલગ તબક્કામાં કસોટી સાથે અમદાવાદ સહિતના કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ

​અમદાવાદ:ગુજરાત પોલીસ દળમાં ખાલી પડેલી ટેક્નિકલ સ્ટાફની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષાનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ મુખ્ય પરીક્ષા કેન્દ્રો ખાતે વહેલી સવારથી જ પરિક્ષાર્થીઓનો ભારે ઉત્સાહ અને સવચેત વાતાવરણ જોવા મળ્યું હતું.

​પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક કેન્દ્ર પર ઉમેદવારોના હોલ ટિકિટ ચેકિંગ અને બાયોમેટ્રિક ફેસ સ્કેનિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રોના તમામ વર્ગખંડો અને કેમ્પસને સીસીટીવી કેમેરાની સતત નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે.

​તબક્કાવાર પરીક્ષાનું સમયપત્રક અને વ્યવસ્થા

​પોલીસ વિભાગમાં યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી માટે આ પરીક્ષાનું આયોજન કુલ ત્રણ અલગ-અલગ તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમિયાન બે અલગ-અલગ કેટેગરીના પદો માટે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

​ઉમેદવારોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ કરવામાં આવી હતી. મોર્નિંગ શિફ્ટ માટે સવારથી જ કેન્દ્રો બહાર ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી હતી. વાહનવ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કેન્દ્રોની બહાર પણ ખાસ પોઇન્ટ મુકાયા હતા.

(10:41 AM IST)