<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ડ્રગ્‍સ, દારૂના દુષણથી દુર, કુટુંબના મોભી, લાલ છીનવતા અકસ્‍માત સામે સાવધાની રાખવા ૭૦ હજાર લોકોને વડોદરા સીપીએ સંકલ્‍પબધ્‍ધ કર્યા

આખા ગુજરાતમાં જાણીતા વડોદરાના નવરાત્રી મહોત્‍સવમાં ઉમટી પડતી યુવા પેઢીની મેદનીનો સદઉપયોગ કરવાના નરસિંહમાં કોમારના નવતર પ્રયોગ પર સરકાર આફ્રિન હું ગરબામાં આવું, એક બીજાની તારીફ કરી જુદા પડીએ એવું કરવાને બદલે સરકાર અથાગ પ્રયાસ કરે છે, તેમાં સહિયારા પ્રયાસ કરીએ, પોલિસ કમિશ્રરની વાત શીરાની જેમ નવરાત્રી આયોજકોને ગળે ઉતરી ગયેલ, વાયરલ ન્‍યૂઝની અંદરની વાત

રાજકોટ, તા.,૧૬ :  આખા ગુજરાતમાં વડોદરાની નવરાત્રી અને તેના ગરબા ખૂબ પ્રસિદ્ધ છે, લોકોની હયે હૈયું દળાઇ તેવી ભીડ જામે છે. Cbi બેક ગ્રાઉન્‍ડ સાથે સાફ સુથરી છબી અને ખૂબ હાર્ડ અને સ્‍માર્ટ વર્ક માટે જાણીતા વડોદરા પોલિસ કમિશ્રર નરસિંહમાં કોમાર દ્રારા લોકોના આ મોટા સમૂહનો લાભ યુવા વર્ગમાં વધતા જતા દુષણો સામે જાગળત કરી તેમને ડ્રગ્‍સ, દારૂ જેવા દુષણોથી દુર રહેવા સંકલ્‍પબધ્‍ધ કરવા સાથે માર્ગ અકસ્‍માતમાં મળત્‍યુની વધતી જતી સંખ્‍યા અંતર્ગત લોકોને આ દિશામાં જાગળત કરવાનો સોનેરી અવસર શોધી કાઢયો.

ઉપર દર્શાવેલ સમસ્‍યાઓ માટે રાજ્‍ય સરકાર કટીંબદ્ધ  છે, એવા સમયે સહુના સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું સારી રીતે જાણતા પોલિસ કમિશ્રરે એક સરસ રસ્‍તો શોધી કાઢયો. વિવિધ મોટા આયોજકો દ્રારા તેમને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ સ્‍વાભાવિક રીતે મળવા લાગ્‍યા. નરસિંહમાં કોમારે કહ્યું કે, હું આવી તમારી શોભામા અભુવળત્તિ કરી એક બીજાની તારીફ કરી છુટા પડ્‍યે, એનાથી અલગ કરો, શક્‍તિ, ભક્‍તિ આનંદ સાથે અર્થાત ગમત સાથે ખૂબ જરૂરી બાબતોનું જ્ઞાન આપીએ તો હેતુ સાર્થક બને.

 આયોજકો દરેકે દરેકે પરિવાર માટેની સીપીની લાગણી અને વિચારોથી ખૂબ પ્રભાવિત બન્‍યા, અને લોકોના મોટા સમૂહ પાસે ડ્રગ્‍સ, દારૂ દુષણોથી દુર, હેલ્‍મેટ પહેરવા, ટ્રાફિક નિયમોના પાલન માટે સહુને શપથ લેવડાવ્‍યા, ગાંધીનગર પણ નરસિંહમાં કોમારના નવત્તર પ્રયોગ પર આફ્રિન પોકારી ઉઠ્‍યું છે.

(2:53 PM IST)