તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સાબરકાંઠાના ઈડરમાં સાબલીથી મહાભારત રોડ પર ખાણમાં બ્લાસ્ટ દરમિયાન પથ્થરો ઉડયા :વાહનચાલકો ભારે મુશ્કેલીમાં
બ્લાસ્ટથી ઉડેલા પથ્થરો રસ્તા પરથી પસાર થતી કારને વાગતાં નુકસાન: એક પથ્થર સ્કૂલવાન પર પડતાં તેના કાચ તૂટી ગયા

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સાબલીથી મહાભારત રોડ પર ખાણમાં બ્લાસ્ટ દરમિયાન પથ્થરો ઉડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બ્લાસ્ટથી ઉડેલા પથ્થરો રસ્તા પરથી પસાર થતી કારને વાગતાં નુકસાન થયું હતું, જ્યારે એક પથ્થર સ્કૂલવાન પર પડતાં તેના કાચ તૂટી ગયા હતા. સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા, જોકે સદનસીબે તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી નહોતી. રસ્તાની નજીક પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના બ્લાસ્ટ કરવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય તેવી ઘટના બનતાં ખાણમાં બ્લાસ્ટ દરમિયાન સલામતીનાં પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
