તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
દાહોદમાં વાવાઝોડાએ તબાહી મચાવી : કાર્નિવલ મેળાનો મુખ્ય ગેટ ધરાશાયી
અનેક દુકાનોના પતરા પણ ઉડી ગયા અને માળખું તૂટી પડ્યું: મેળાના સંચાલકોને લાખોની નુકસાની સહન કરવી પડી

દાહોદ જિલ્લામાં પડાવ નજીક લાગેલા દાહોદ કાર્નિવલ મેળામાં ભારે વાવાઝોડા અને તીવ્ર પવનના કારણે મોટી તબાહી સર્જાઈ હતી. મેળો શરૂ થાય તે પહેલાં જ આવેલા આ અચાનક આફતજનક પવનને કારણે સમગ્ર વ્યવસ્થાને ભારે નુકસાન થયું હતું. ભારે પવનના કારણે લાકડાથી બનાવવામાં આવેલ મુખ્ય ગેટ ધરાશાયી થયો હતો, જ્યારે અનેક દુકાનોના પતરા પણ ઉડી ગયા હતા અને માળખું તૂટી પડ્યું હતું. આ કારણે મેળાના સંચાલકોને લાખોની નુકસાની સહન કરવી પડી છે અને સમગ્ર આયોજન ખોરવાઈ ગયું હતું. જોકે સદનસીબે મેળામાં લગાવવામાં આવેલા ઝૂલાઓને કોઈ નુકસાન થયું નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
