હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
પ.પૂ. દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ લેતા કથાકાર પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"
શારદાપીઠના જગદગુરુ સાથે આધ્યાત્મિક અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અંગે થઈ ચર્ચા : પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"ના કથા કાર્યને બિરદાવી સનાતન ધર્મના પ્રચાર કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિના આશીર્વચન પાઠવ્યા

રાજકોટ : પરમ પૂજ્ય દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અમદાવાદના આંગણે પધાર્યા હતા
ત્યારે તેઓની પ્રખ્યાત કથાકાર પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પાવન મુલાકાત દરમિયાન પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"એ પરમ પૂજ્ય દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને બંને વચ્ચે સનાતન ધર્મ, ભાગવત કથાના માધ્યમથી સંસ્કૃતિના જતન અને આધ્યાત્મિક જાગૃતિ અંગે ગહન ચર્ચા થઈ હતી.
આ પ્રસંગે દ્વારકાધીશના ધ્વજ સમાન પવિત્ર વાતાવરણમાં ધર્મ પ્રચારને વધુ વેગવંતો બનાવવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.જગદગુરુ શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે પૂ.જીગ્નેશદાદા "રાધે રાધે"ના કથા કાર્યને બિરદાવી સનાતન ધર્મના પ્રચાર કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
