<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

વોટ ચોરીના આક્ષેપોને લઈને અમદાવાદમાં યુવાનો દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન

વસ્ત્રાપુરમાં આઈઆઈએમથી માનસી સર્કલ સુધી યુવાનોએ વિરોધ માર્ચ યોજી:શહેરના અલગ-અલગ રસ્તાઓ પર ફરીને વિરોધ નોંધાવ્યો:કેટલાક યુવાનો બસ પર ચઢી ગયા

અમદાવાદ :વોટ ચોરીના આક્ષેપોને લઈને અમદાવાદમાં પણ યુવાનો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેન-ઝી આંદોલનના યુવાનો અને એનએસયીઆઈના કાર્યકરો આ દેખાવોમાં જોડાયા હતા. વસ્ત્રાપુરમાં આઈઆઈએમથી માનસી સર્કલ સુધી યુવાનોએ વિરોધ માર્ચ યોજી હતી અને શહેરના અલગ-અલગ રસ્તાઓ પર ફરીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો બસ પર ચઢી ગયા હતા, જ્યારે કેટલાકે પોલીસ વાન પર ચઢીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યુવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે દોડધામના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે દેખાવો કરી રહેલા કેટલાક યુવાનોની અટકાયત કરી હતી.

(7:33 PM IST)