<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

મોડાસામાં સગીરાઓની છેડતી અને પજવણીના મામલે ત્રણ રોમિયો સામે કડક કાર્યવાહી: કોર્ટે જામીન ફગાવ્યા :જેલવાસ

આરોપ મુજબ, ત્રણેય યુવકો બાઇક પર વારંવાર રોમિયોગીરી કરતા હતા અને શાળાએ જતી વિદ્યાર્થિનીઓને પરેશાન કરતા હતા

અરવલ્લીના મોડાસા વિસ્તારમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીરાઓની છેડતી અને પજવણીના મામલે ત્રણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શામળાજી તાલુકાના જલિયા ગામના ત્રણ યુવકો બાઇક પર રોમિયોગીરી કરતા હોવાનો મામલો સામે આવ્યો હતો. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલી વિદ્યાર્થિનીઓની પજવણીના આક્ષેપો બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

 

મળતી માહિતી મુજબ, ટીંટોઈ વિસ્તારની શાળામાં જતી વિદ્યાર્થિનીઓની ત્રણ યુવકો દ્વારા છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલી સગીરાઓને પણ પરેશાન કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી. આરોપ મુજબ, ત્રણેય યુવકો બાઇક પર વારંવાર રોમિયોગીરી કરતા હતા અને શાળાએ જતી વિદ્યાર્થિનીઓને પરેશાન કરતા હતા. સમગ્ર મામલે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

 

મામલો મોડાસા સેશન્સ કોર્ટ સુધી પહોંચ્યા બાદ ત્રણેય આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. જોકે, કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી રદ કરી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દેતાં ત્રણેય આરોપીઓને ફરી જેલમાં જવું પડ્યું છે.

 

 

શામળાજી તાલુકાના જલિયા ગામમાં બનેલા આ મામલે ત્રણ યુવકો સામે કરવામાં આવેલી કાર્યવાહીથી સગીરાઓની સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. શાળાએ જતી વિદ્યાર્થિનીઓ અને જાહેર સ્થળોએ તેમની સલામતીને લઈને આ પ્રકારની ઘટનાઓ સામે કડક કાર્યવાહી જરૂરી બની છે. આ મામલે સરકારી વકીલ દિનેશ પટેલે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટના નિર્ણય બાદ ત્રણેય આરોપીઓની જામીન અરજી રદ થઈ છે.

(1:00 PM IST)