<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

વડોદરામાં પાણીપુરીની પૂરીઓ બનાવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી :અસ્વચ્છ અને હાનિકારક મટિરિયલ્સનો નાશ કરાયો

ખોડિયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો: પૂરીઓ બનાવવા માટે 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ ઉભી કરાઈ:તમામ ચૂલા-ભઠ્ઠીઓને જમીનદોસ્ત કરી કાર્યવાહી હાથ ધરી

 

 

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરીઓ બનાવતા વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પૂરીઓ બનાવવાના સ્થળોએ ભારે ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું.

પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતાં પાણીપુરીની પૂરીઓ બનાવવા માટે 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની ટીમે આ તમામ ચૂલા-ભઠ્ઠીઓને જમીનદોસ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પૂરીઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું અસ્વચ્છ અને હાનિકારક રો-મટિરિયલ પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.

પાણીપુરી જેવી લોકપ્રિય ખાદ્યચીજનું ઉત્પાદન જો ગંદકીભર્યા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં કરવામાં આવે તો લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું.

(1:26 PM IST)