<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે તંત્રની કડક કાર્યવાહી: 106 કામોની તપાસ બાદ 3 સરપંચોને હોદ્દા પરથી દૂર કરાયા

વિસ્તૃત તપાસમાં રેઢાણાના 39, સીમામોઈના 48 અને ભાણપુરના 19 કામોમાંઅધૂરાં કામ, મસ્ટરરોલ-માપણીમાં ગેરરીતિ અને નાણાકીય

 

-

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના અમલીકરણમાં આચરવામાં આવેલી ભારે ગેરરીતિઓ સામે વહીવટી તંત્રએ કડક પગલાં ભરતાં દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા તેમજ ધાનપુર તાલુકાની સીમામોઈ અને ભાણપુર ગ્રામ પંચાયતના કુલ 3 સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો સત્તાવાર હુકમ કર્યો છે. વર્ષ 2022-2023 દરમિયાન થયેલા કુલ 106 વિકાસકામોની વિસ્તૃત તપાસમાં રેઢાણાના 39, સીમામોઈના 48 અને ભાણપુરના 19 કામોમાં અધૂરાં કામ, મસ્ટરરોલ-માપણીમાં ગેરરીતિ અને નાણાકીય અનિયમિતતા મળી હતી 

(12:11 AM IST)