<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

“વિકસિત ભારતનો મજબૂત આધાર એટલે તમારો એક મત”: વિરમગામના ચંદ્રનગર ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલે કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાગરિક ફરજ નિભાવી ધારાસભ્યે યુવાનોને કરી અપીલ, કહ્યું- લોકશાહીના પર્વમાં સૌ સહભાગી બનો અને અન્યને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરો

રાજકોટ તા.૨૬ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત રવિવારે વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામે ધારાસભ્ય હાર્દિક પટેલે મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.

 

મતદાન કર્યા બાદ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે, વિકસિત ભારતનો મજબૂત આધાર આપણા એક-એક મતમાં રહેલો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લોકશાહીનું મૂળ છે અને ગામથી લઈને દેશના વિકાસની શરૂઆત અહીંથી થાય છે.

 

તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈએ. અવશ્ય મતદાન કરો અને અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરો. ખાસ કરીને યુવા મતદારોએ આગળ આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

 

ચંદ્રનગર ગામના મતદાન મથકે ધારાસભ્યના મતદાનથી સ્થાનિક મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરમગામ તાલુકામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે.

(10:58 AM IST)